16 Sep Effective Communication
Effective Communication
જો તમે જરૂર કરતા વધુ બોલી રહ્યા છો તો તેને એક બીમારી માનીને પોતાના શબ્દો પર નિયંત્રણ રાખતા શીખવું જોઇએ.નહીંતર અનિયંત્રિત વાતો કહેવાની ટેવ પડી જશે અને ધીમેથી અહીંથી જીવનમાં અસત્ય પ્રવેશ કરી જશે. તમને ખબર પણ નહીં પડે કે ક્યારે ખોટુ બોલવા લાગ્યા.માટે કોઇ ઘટનાનું વર્ણન કરવાની તક મળે તો તેને ટૂંકમાં કહેવાની આદત પાડો. તમારી જાણકારીમાં જેટલી ઘટનાઓ ઘટી હોય અથવા જેના તમે પ્રત્યાદર્શી હો તો તેના વિષે એટલું જ બોલો અથવા બતાવો જે ઘટ્યું હોય. જ્યાં શબ્દોનો અતિરેક થયો, તમે તથ્ય અને સત્યથી ભકટી જશો. આમ સંક્ષિપ્તમાં વાતચીત કરવાની કળાને જીવનમાં ઉતારો.
બસ, આ જ સમજ આપણને પણ હોવી જોઇએ. કોઇ ઘટનાને ક્યારે, કેવા લોકોની સામે, કેવી પરિસ્થિતિમાં અને કેટલું બોલીને જણાવવી , એ કળા જો આપણને આવડી ગઇ તો પ્રસ્તુતિ તો પ્રભાવશાળી હશે જ, અને તમે સત્યની ખૂબ નજીક પણ હશો. માટે ઓછુ બોલો પણ સમજી વિચારીને બોલવામાં જ તમારી ભલાઇ છે.
No Comments