Do you live your life ? - Chetan Patel
 

Do you live your life ?

success

Do you live your life ?

Do you live your life ?

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે એટ્લે *મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગિજ નહીં કરવાની…* જીવનમાં પદ, પૈસો, બધુ જ અગત્યનું છે પણ એ બધાથી *પહેલા તમારું શરીર છે…* એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે…

શરીરની સાથે સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે બધા ફસાદનું મૂળ તો આ માકડુ મન જ છે ને ?! *મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ* અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પરંતુ મનનું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે… એના માટે *સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે…* વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ *સુખી સંસાર જરૂર મેળવી શકશો…*

એક રાજા પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો તો એને એક વૃધ્ધ સૈનિક ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઇને પૂછ્યું કે… ઠંડી લાગે છે ? તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી… તો રાજા એ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ જેથી રાહત રહેશે… રાજા આ વચન આપીને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા… 6 દિવસ પછી પેલો સૈનિક ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને રાજાને એક પત્ર લખતો ગયો કે વર્ષોથી આ જ કપડાંમાં ફરજ નિભાવતા હતા અને ઠંડી સહન કરી લેતા હતા… પણ તમે આવીને ગરમ કપડાંની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા… અને તમારા એ વાયદા એ મારો જીવ લઈ લીધો…

મિત્રો, *જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થાવા દેવો…* કોઈ પણ વ્યક્તિ કે વિચારનો સહારો ના રાખવો… *સહારો હમેશા માણસને કમજોર જ બનાવે છે…*

*”ખુદ ગબ્બર ” બનીને જીવો…* પોતાની તાકાત, પોતાની સહનશક્તિ, પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે…

વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાને બદલે આ સમય તમને ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો અને દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે, ને આ બંનેની જાળવણી તમે ખુદ જ કરી શકો છો, અન્ય કોઈ ચાહે તો પણ નહીં.
નવા વર્ષ ની શરૂઆત નવી સારી આદત થી કરીએ.

No doubt creating mission for the life and living it ,is necessary.

And in this journey let’s not forget to live the life.

No Comments

Post A Comment