Woman's Day feelings - Chetan Patel
 

Woman’s Day feelings

Woman’s Day feelings

જે@ કર ઝુલાવે પારણું તે જગતપર શાસન કરે

Only above thought came to my mind on this INTERNATIONAL WOMEN’ S DAY

સ્ત્રી રંગ છે….સ્ત્રી રૂપ છે….સ્ત્રી રસ છે.
સ્ત્રી ગંધ છે….સ્ત્રી સ્વાદ છે….સ્ત્રી સ્પર્શ છે.
સ્ત્રી ધરતીપરની લીલોતરી છે….સ્ત્રી પ્રકૃતિનું નમક છે.
સ્ત્રી અન્નપૂર્ણા છે….સ્ત્રી આકર્ષણનું કેન્દ્ર છે.
સ્ત્રી પ્રેમની પ્રતિકૃતિ છે….સ્ત્રી સર્જન કર્તા છે.
સ્ત્રી વાત્સલ્યની મુર્તિ છે.
સ્ત્રી ઘર્ષણ છે…..સ્ત્રી દર્પણ છે… અરે સ્ત્રી એક પઝલ છે.

સ્ત્રી, લપસણો મીઠી સરવાણી નો કુવો છે.
સ્ત્રી, જળ છે ઢાળો એમ ઢળે છે.
સ્ત્રી, અવનવા રંગને  ધારણ કરી શકે છે.
સ્ત્રી, બરફ જેવી કઠણ છે. એને ઓગળતા ય વાર નહીં એવી છે.
સ્ત્રી, વરાળ જેવી હળવી, ઠંડીગાર ને ઉષ્માથી ભરેલી છે.
સ્ત્રી, જળની જેમ જીવન પોષનારી છે.
સ્ત્રી, સ્નેહ, સેવા, સહનશિલતા, ત્યાગ અને બલીદાનનું મહા કાવ્ય છે.
સ્ત્રી, નિરંતર વહેતી ભીની થતી અને પલાળતી ભાવસ્વરૂપ “શતરૂપા”  છે.
સ્ત્રી એટલે જ  શક્તિ
WOMAN થી જ MAN  પ્રગટે છે.
જગતની તમામ સ્ત્રી માતાઓને મારા પ્રણામ…

It’s written by my father યશ કાકા

#coachingculture #leadershipdevelopment

Tags:
No Comments

Post A Comment