20 Jul દંભ
આપણે કેટલો દંભ કરીએ છીએ.
ક્યારેય વિચાર્યું છે કે આપણે પોઝિટિવ હોવાનો પણ કેટલો દંભ કરીએ છીએ?
ઈશ્વરે જે પરિસ્થિતિ આવી છે એ સ્વીકારી લેવું અને જેવું છે એવું જીવન જીવવું એ પણ દંભ છે.
પોઝિટિવ રહેવાનો ઓવર ડોઝ ઊંઘની ગોળીના ઓવર ડોઝ કરતા પણ ખતરનાક છે.
આપણે બધા ડબલ જિંદગી જીવીએ છીએ. આપણને તમાચો મારી ને ગાલ લાલ રાખવાની ટેવ પડી ગઈ છે. બેવડા ધોરણ મુજબ જિંદગી હવે માફક આવી ગઈ છે.
આપણી પાસે હંમેશા બે જવાબ હોય જ છે, એક જવાબ બીજા ને આપવાના માટે અને બીજો જવાબ પોતાને આપવા માટે.
બીજાને આપવાનો જવાબ જ્યારે પોતાને આપશો ને ત્યારે જ ખબર પડશે કે દંભ શું છે.
મનથી ઢીલા માણસો ડિપ્રેસનના રાખવાની સલાહ આપે અને ગુસ્સો કરતા લોકો શાંત રહેવાનું શીખવાડે, જેની પોતાની ગાડી સાફ નથી હોતી તે તે બીજાને જીવન ચોખ્ખું રાખતાં શીખવાડે.
આપણે કેટલું કરીએ છીએ અને કેટલું કહીએ છીએ આ બે વચ્ચેનું અંતર જ દંભ છે.
આપણી અંદર જે નથી એનું પ્રોજેક્શન જ દંભ છે.
જે આપણી અંદર નથી એ બીજાને કેવી રીતે આપી શકીયે.
એકવાર દંભ નું મહોરું ઉતારી ને જુઓ તો ખરા. એવું જ જીવો જેવું તમે જીવવા માંગો છો. એજ કામ કરો જે તમારે કરવું છે.
ટિપ્સ ૧ : દુનિયા ની આંખો થી પોતાની જાત ને જોવાનું બંધ કરીએ તો દંભ કરવાની જરૂર નહીં પડે.
ટિપ્સ ૨ : દંભી લોકો ની સાથે રહેશો તો દંભી બનશો ને નિખાલસ લોકો ની સાથે રહેશો તો નિખાલસ બનશો.
by Chetanpatel
www.chetanpatel.world
No Comments